Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં પાણીજન્ય રોગચાળો વધુ વકર્યો છે અને મનપાના ચોપડે કમળાના 7, ઝાડા-ઊલટીના 167 સહિત અલગ-અલગ બીમારીના કુલ 1137 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસના 390, સામાન્ય તાવના 571 અને ટાઇફોઇડ તાવના 2 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરની જનતાને પાણીજન્ય રોગચાળાથી બચવા આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જોકે મચ્છરજન્ય રોગચાળાના એકપણ કેસ ગત સપ્તાહે નોંધાયા ન હતા.


પાણી અને આરોગ્યનો સીધો સંબંધ છે, જેથી પાણીજન્ય રોગ જેવાકે ઝાડા, ઝાડા-ઊલટી, મરડો, કોલેરા, કમળો, ટાઈફોઈડ જેવા રોગ થવાનું જોખમ વધી જાય છે. આથી પીવાના પાણીને ઉપયોગમાં લેતાં પહેલાં 20 મિનિટ સુધી ઉકાળવું અને ત્યારબાદ જ પીવું, પીવાના 20 લિટર પાણીમાં 1 ક્લોરિનની ગોળીનો ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાખવું અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું, તમામ ટાંકી વગેરે સાફ કરાવી તેમાં નિયત પ્રમાણમાં ટી.સી.એલ. (બ્લીચિંગ) પાઉડરનું દ્રાવણ નાંખી ક્લોરિનેશન કરેલું પાણી જ પીવાના ઉપયોગમાં લેવું, ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહીં, ઝાડા-ઊલટીની અસર ધરાવતાં દર્દીને તાત્કાલિક ઓ.આર.એસ.નું દ્રાવણ બનાવી પીવડાવવું અને નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ.