Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ભારત માટે આજે અનેરો અવસર. દેશ આખો આઝાદીના 75 વર્ષ પુરા થયાની ઉજવણી કરી રહ્યો છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પર નવમી વાર તિરંગો લહેરાવ્યો. લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું, 'આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર દેશવાસીઓને ઘણી શુભેચ્છાઓ. અભિનંદન. હું આઝાદીના આ અમૃત ઉત્સવ પર વિશ્વભરમાં ફેલાયેલા ભારત પ્રેમીઓને, ભારતીયોને અભિનંદન આપું છું. આ પછી પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. જેમાં ગુજરાત વિશે ખાસ ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે તેઓએ સંબોધન કરતા ગુજરાતમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા તે કાળને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે કેન્દ્રમાં અમારી સરકાર નહોતી, પણ હું એવું જ કહેતો હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ જોઈએ, આપણા દરેક રાજ્યને વિકાસની સ્પર્ધાની જરૂર છે'

ભાઇ-ભત્રીજાવાદનો અંત લાવવો પડશે - પીએમ

પીએમ મોદીએ કહ્યું કે આપણે ભત્રીજાવાદ ખતમ કરવો પડશે. પીએમ મોદીએ કહ્યું, જ્યારે હું પરિવારવાદની વાત કરું છું ત્યારે લોકોને લાગે છે કે હું માત્ર રાજકારણની વાત કરું છું. પરંતુ એવું નથી, જ્યારે હું કુટુંબવાદ વિશે વાત કરું છું, તે તમામ ક્ષેત્રો વિશે છે. પીએમ મોદીએ યુવાનોને અપીલ કરી હતી કે, મને ભત્રીજાવાદ સામેની લડાઈમાં યુવાનોનો સાથ જોઈએ છે.
દુનિયાને આપણા પર ગર્વ થશે - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આપણે જીવમાં પણ શિવને જોઈએ છીએ, આપણે તે લોકો છીએ જેઓ પુરુષમાં નારાયણને જુએ છે, આપણે તે લોકો છીએ જેઓ સ્ત્રીને નારાયણી કહે છે, આપણે તે લોકો છીએ જે છોડમાં પરમાત્માને જુએ છે, આપણે તે છીએ જેઓ નદીને માતા માને છે, આપણે એવા લોકો છીએ જેઓ શંકરને કાંકરામાં જુએ છે. આ આપણુ સામર્થ્ય છે. જ્યારે આપણે વિશ્વની સામે ગર્વ કરીશુ ત્યારે દુનિયા પણ કરશે.
2047 માટે પાંચ વચનો લઈએ

પીએમ મોદીએ દેશના લોકોને 2047 માટે પાંચ વચન લેવાનું આહવાન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશના દરેક નાગરિકે વિકસીત ભારત, દરેક પ્રકારની ગુલામીની મુક્તિ, હેરિટેજનું ગૌરવ, એકતા અને સપના સાકાર કરવા એવા પાંચ વચનો લેવા જોઈએ.
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 5 વચનો લેવડાવ્યાં

1. વિકસિત ભારત - હવે દેશ મોટા સંકલ્પો સાથે આગળ વધશે, અને તે મોટો સંકલ્પ ભારત વિકસિત છે અને તેનાથી ઓછું કંઈ નથી.

2. ગુલામીમાંથી મુક્તિ- જો આપણા મનની અંદર ગુલામીનો જરા સરખો પણ અંશ રહી ગયો હશે તો આપણે તેમાંથી નહીં છટકી શકીએ.

3. હેરિટેજનું ગોરવ- પીએમ મોદીએ કહ્યું કે આપણે આપણા વારસા પર ગર્વ કરવો જોઈએ. આ વારસાએ જ ભારતને સુવર્ણ કાળ આપ્યો છે. તે એક વારસો છે જેમાં સમયાંતરે ફેરફારો કરવાની ક્ષમતા છે.

4. એકતા- પીએમ મોદીએ ચોથું વચન એકતાનું લેવડાવ્યું હતું.

5. નાગરિકોને પોતાની ફરજ બજાવવાના સંકલ્પ - પીએમ મોદીએ કહ્યું લોકોએ પોતાની ફરજો સારી રીતે બજાવવાનું વચન લેવું જોઈએ આમાંથી પીએમ, મુખ્યમંત્રી પણ બાકાત નથી.