Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

20 નવેમ્બર, રવિવારે કારતક મહિનાના વદ પક્ષની એકાદશી છે. જેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘણાં જ ઓછા લોકો જાણે છે કે એકાદશી એક દેવી હતા અને આ તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા પ્રગટ થયાં હતાં. આ કારણે તેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી એકાદશી વ્રતની શરૂઆત થઈ હતી.

પૂજા વિધિ

પદ્મ પુરાણ પ્રમાણે આ વ્રતમાં ભગવાન વિષ્ણુ અને દેવી એકાદશીની પૂજા કરવાનું પણ વિધાન છે.

આ વ્રતના એક દિવસ પહેલાં એટલે દશમ તિથિએ ભોજન કર્યા પછી સરખી રીતે બ્રશ કરી લેવું જેથી મોઢામાં અનાજનો એકપણ અંશ ન રહે.

ઉત્પત્તિ એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થના જળ કે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ.

ઉગતા સૂર્યને અને તુલસીના છોડમાં જળ ચઢાવ્યા પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ.

ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે સોળ સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાતે દીપદાન કરવું જોઈએ.

એકાદશી પૂજા કર્યા પછી વિષ્ણુ કે શ્રીકૃષ્ણ મંદિરમાં દર્શન કરો. પછી શ્રદ્ધા પ્રમાણે અનાજ કે કપડાનું દાન કરો.

રાતે જાગરણ સાથે ભજન-કીર્તન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માગવી જોઈએ.

બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દાન આપીને વિદાય આપો.

ઉત્પત્તિ એકાદશી નામ કેમ?
કારતક મહિનાના વદ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા એકાદશી તિથિ પ્રગટ થયા હતાં. એટલે આ દિવસે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. તેને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્ત્વ અંગે જણાવ્યું હતું. વ્રતમાં એકાદશીને મુખ્ય અને બધી જ સિદ્ધિઓ આપનાર માનવામાં આવે છે.

ઉત્પત્તિ એકાદશી વ્રતનું મહત્ત્વ

માન્યતા છે કે જે વ્યક્તિ ઉત્પત્તિ એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરે છે, તે બધા જ તીર્થનું ફળ અને ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે.

વ્રતના દિવસે દાન કરવાથી લાખગણી વૃદ્ધિના ફળની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ નિર્જળ સંકલ્પ લઈને ઉત્પત્તિ એકાદશી વ્રત રાખે છે, તેને મોક્ષ અને ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ થાય છે.

આ વ્રત રાખવાતી વ્યક્તિના બધા પ્રકારના પાપનો નાશ થાય છે. ધર્મ શાસ્ત્રો પ્રમાણે આ વ્રતને કરવાથી અશ્વમેઘ યજ્ઞ, તીર્થ સ્નાન અને દાન વગેરે કરવાથી પણ વધારે પુણ્ય મળે છે.