ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીના રોજ રમાશે. જેને લઇ રાજકોટ શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઇંગ્લેન્ડ ટીમ 150 ફૂટ રિંગરોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે. આજે ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. જ્યાં કાલાવડ રોડ પર સયાજી હોટલ ખાતે ખેલાડીઓનું તિલક કરી અને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલ પોતાના પત્ની સાથે સેલ્ફ ડ્રાઇવ કરી રાજકોટ પહોંચ્યો હતો.
ટીમ ઇન્ડિયાનું રાજકોટમાં આગમન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે. જેને લઇ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. મેચના ચાર દિવસ પહેલા એટલે કે 11 ફેબ્રુઆરીને રવિવારના રોજ ભારતીય ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થયું છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટેલ સયાજી ખાતે રોકાણ કરવાના છે. જ્યારે ઇંગ્લેન્ડ ટીમ 12 ફેબ્રુઆરીના રોજ સોમવારે રાજકોટ આવી 150 ફૂટ રિંગરોડ પર આવેલી હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાશે. ભારતીય ખેલાડીઓનું તિલક કરી બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું