રશિયાએ દાવો કર્યો છે કે પ્રથમ વખત યુક્રેને અમેરિકા તરફથી મળેલી લાંબા અંતરની મિસાઈલોને તેના ક્ષેત્રમાં છોડી દીધી છે. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે યુક્રેનએ મંગળવારે સવારે બ્રાયન્સ્ક વિસ્તારમાં છ લાંબા અંતરની આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (ATACMS) મિસાઈલો છોડી હતી.
રશિયાએ કહ્યું કે તેઓએ 5 મિસાઈલો તોડી પાડી છે. રિપોર્ટ અનુસાર, યુક્રેનિયન અને અમેરિકન અધિકારીઓએ પણ રશિયા પર ATACMSના ઉપયોગની પુષ્ટિ કરી છે. અમેરિકા અને યુક્રેન સરકારે આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સપ્ટેમ્બરમાં અમેરિકાને ધમકી આપી હતી કે જો અમેરિકા લાંબા અંતરના હથિયારોના ઉપયોગને મંજૂરી આપશે તો પરમાણુ યુદ્ધ ફાટી નીકળશે.