Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પીએનબી કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. લંડનમાં કિંગ્સ બેન્ચ ડિવિઝન હાઇકોર્ટે સુનાવણી બાદ તેને ફગાવી દીધો. ભારત વતી, સીબીઆઈના વકીલે નીરવની દલીલોનો વિરોધ કર્યો હતો.


નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક (PNB) પાસેથી લોન લઈને લગભગ 14 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી, તે જાન્યુઆરી 2018માં દેશ છોડીને ભાગી ગયો. નીરવની 19 માર્ચ, 2019ના રોજ દક્ષિણ-પશ્ચિમ લંડનથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી, તે ત્યાં જેલમાં છે.

ભારતમાં નીરવ વિરુદ્ધ છેતરપિંડીના ત્રણ કેસ છે. પંજાબ નેશનલ બેંક (PNB) સાથે છેતરપિંડીનો CBI કેસ. બીજું, પીએનબી કેસ મની લોન્ડરિંગનો કેસ છે અને ત્રીજું, સીબીઆઈની કાર્યવાહીમાં પુરાવા અને સાક્ષીઓ સાથે છેડછાડનો કેસ છે.

ફેબ્રુઆરી 2021માં, નીરવના પ્રત્યાર્પણ અંગેની સુનાવણી બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં થઈ હતી. કોર્ટે નીરવને ભારત મોકલવાની મંજૂરી પણ આપી હતી. આ પછી, 15 એપ્રિલ, 2021ના રોજ, બ્રિટિશ ગૃહ સચિવ પ્રીતિ પટેલે પણ નીરવના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો.

આ પછી, લંડન હાઈકોર્ટે નીરવના પ્રત્યાર્પણ પર નિર્ણય આપ્યો હતો. જોકે, અન્ય કાનૂની પ્રક્રિયાઓને કારણે, નીરવનું પ્રત્યાર્પણ હજુ સુધી શક્ય બન્યું નથી.