Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય લેખિકા, વકીલ અને કાર્યકર્તા બાનુ મુશ્તાકે તેમના પુસ્તક 'હાર્ટ લેમ્પ' માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતીને ઇતિહાસ રચ્યો છે. હાર્ટ લેમ્પ એ બુકર પ્રાઇઝ મેળવનાર કન્નડ ભાષામાં લખાયેલું પહેલું પુસ્તક છે. દીપા ભષ્ટીએ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.

બુકર પ્રાઇઝ માટે વિશ્વભરના છ પુસ્તકોમાંથી હાર્ટ લેમ્પની પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કાર મેળવનાર આ પહેલો ટૂંકી વાર્તા સંગ્રહ છે. દીપા ભષ્ટી આ પુસ્તક માટે પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય અનુવાદક છે. મુશ્તાક આ પુરસ્કાર જીતનારા બીજા ભારતીય લેખક છે.

મંગળવારે લંડનના ટેટ મોર્ડન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બાનુ મુશ્તાક અને દીપા ભષ્ટીને આ એવોર્ડ મળ્યો. બંનેને £50,000ની ઈનામી રકમ પણ મળી, જે લેખક અને અનુવાદક વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે છે.