આ સપ્તાહે શેરબજારમાં ઉછાળો આવી શકે છે. બજાર કંપનીઓના પ્રથમ ત્રિમાસિક (Q1FY25) પરિણામો, RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠક, સ્થાનિક આર્થિક ડેટા, વૈશ્વિક આર્થિક ડેટા, FII-DII પ્રવાહ અને આગામી IPO પર નજર રાખશે.
બજારના તમામ રોકાણકારોની નજર RBIની મોનેટરી પોલિસી કમિટીની 8 ઓગસ્ટે પૂરી થનારી ત્રણ દિવસની બેઠક પર રહેશે. નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે રેપો રેટ 6.5% પર યથાવત રહેશે.
આ અઠવાડિયે 900થી વધુ કંપનીઓના પ્રથમ ત્રિમાસિક પરિણામો આવશે. જેમાં નિફ્ટી-50ની ભારતી એરટેલ, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસી, આઈશર મોટર્સ અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના નામ પણ સામેલ છે.
આ ઉપરાંત શ્રી સિમેન્ટ, ટાટા પાવર, એલઆઈસી, ઓઈલ ઈન્ડિયા, વેદાંત, ટીવીએસ મોટર, ટાટા કેમિકલ્સ અને એનએચપીસી જેવી કંપનીઓ પણ તેમના નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે.
આર્થિક ડેટા વિશે વાત કરીએ તો, 5 ઓગસ્ટે રિલીઝ થનારી જુલાઈ માટે HSBC સર્વિસીસ PMI ડેટા પર ફોકસ કરવામાં આવશે. પ્રારંભિક અંદાજ મુજબ, સેવાઓનો PMI જુલાઈમાં વધીને 61.1 થયો (માર્ચ પછીનો સૌથી વધુ વૃદ્ધિ), જે અગાઉના મહિને 60.5 હતો.