અમરેલીમાં લેટરકાંડમાં યુવતિનું પોલિસ દ્વારા સરઘસ કઢાયું હતું જેને લઈને પાટીદાર સમાજના યુવાનો દ્વારા ગુરુવારના રોજ સરથાણાના ફાર્મમાં પાટીદાર સ્ત્રી અસ્મિતાની લડાઈ સ્લોગન અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે સાડા સાત વાગ્યે મિટિંગની જાહેરાત કરી હતી અને દોઢ કલાક પછી 9 વાગ્યે ફાર્મમાં 500થી વધારે લોકો ઉમટી પડ્યા હતાં. મિટિંગ માટે ભાજપના અલ્પેશ કથિરીયા ફાર્મ પર પહોંચે તે પહેલાં જ ફાર્મ માલિક પર સરકારનું દબાણ આવતા માલિકે એકત્રિત થયેલા લોકોને ફાર્મ બહાર કાઢ્યાં હતાં અને ફાર્મ બહાર 5 મિનિટ મિટિંગ કરાઈ હતી. હવે શુક્રવારે રણનીતિ ઘડવાની જાહેરાત કરાઈ છે.
ગુરુવારે સાંજે 7:30 મિટીંગની જાહેરાત કરી અને 9 વાગ્યા સુધીમાં કાર્યક્રમ સ્થળે 500થી વધારે લોકો ઉમટી પડ્યાં.