Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બિહારમાં ભોજપુર ટોલ નાકા પર તહેનાત ઉત્તર પ્રદેશના એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે 50 રૂપિયાની ચોરી કરી હતી. જો કે, મૃતકના પિતા સૂર્ય નારાયણ સિંહનો દાવો છે કે તેમના પુત્રની હત્યા નાકા પર તહેનાત હરિયાણાના બાઉન્સરોએ કરી હતી. તે એટલા માટે પણ કારણ કે તેઓ ગોંડાના હતા, કુસ્તી ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજોના વિવાદમાં બ્રિજભૂષણનો પક્ષ લેતા હતા.

અગાઉ મૃતક યુવકના ભત્રીજા દિલીપ કુમાર સિંહે પણ કહ્યું હતું કે 4-5 દિવસ પહેલાં બળવંત અને બાઉન્સરો વચ્ચે કુસ્તીબાજોને લઈને ઝઘડો થયો હતો. બળવંતે મને તેના વિશે જણાવ્યું. તે લોકોએ ચોરીનો આરોપ લગાવ્યો હતો અને સંપૂર્ણ પ્લાનિંગ હેઠળ હુમલો કર્યો હતો.

કર્મચારી બલવંત સિંહ યુપીનો રહેવાસી હતો અને ભોજપુરના કુલહડિયા ટોલ પ્લાઝા પર કામ કરતો હતો. આ ટોલ પ્લાઝા હરિયાણાની રણછોડ ઈન્ફ્રા ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનો છે.