સાધુ વાસવાણી રોડ પર આવાસ હેતુના પ્લોટમાં વધારાની જગ્યા બતાવીને વાણિજ્ય હેતુની જગ્યા ફાળવી દીધી હતી. આ કૌભાંડમાં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વર્તમાન ધારાસભ્ય ઉદય કાનગડ, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય તેમજ પૂર્વ મેયર પ્રદીપ ડવ સહિતના ભાજપના હોદ્દેદારોની ભૂંડી ભૂમિકા હતી. આ ઉપરાંત 47 ચોરસ મીટર જગ્યામાં પણ કાળા હાથ કરવા માટે આર્કિટેક્ટ વિમલ થોરિયા પણ ભાજપનો આગેવાન સાથે રહ્યો હતો. દસ્તાવેજ કરવા માટે હિતેશ ડાંગર અને અભિજિતસિંહ ઉર્ફે કુલદીપસિંહ જાડેજાને રાખ્યો હતો.
આ તમામે 47 ચો.મી. જગ્યામાં 80 ચોરસ મીટર બાંધકામ ખડકી દીધું હતું. જે હવે તોડી પાડવામાં આવશે. ગેરકાયદે પ્લોટ ફાળવણીની તપાસ હજુ ચાલી રહી છે પણ જેટલી ફાળવવામાં આવી છે તેના કરતા પણ વધારે બાંધકામ કરી દેવાયું છે. જેને લઈને ભાસ્કરે સ્થળ પર જઈને કોમ્પ્લેક્સનું ક્ષેત્રફળ માપ્યું હતું અને ગેરકાયદે દબાણ હોવાનું ખુલ્યું હતું.