ઓસ્ટ્રેલિયાના એડિલેટમાં પોસ્ટ ઓફિસની બહાર જાતિવાદી સાઇનબોર્ડ મૂકવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે ભારતીયો ફોટો નથી લઈ શકતા. ત્યાં રહેતા ભારતીયોયે તેની સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતીય સમુદાયના અસંખ્ય લોકોને રેસિસ્ટ સાથે જોડવામાં આવ્યો છે. જોકે વિવાદ વધતો જોઈને ઓસ્ટ્રેલિયા પોસ્ટે માફી માગી અને કહ્યું કે તેઓ તેને વહેલીતકે હટાવી દેશે.
એડિલેટના રંડલ મોલ વિસ્તારમાં એક પોસ્ટ ઓફિસની બહાર એક સાઇનબોર્ડ પર અંગ્રેજીનાં મોટા અને બોલ્ડ અક્ષરોમાં લખ્યું- Due to our lighting and quality of Photo background, we unfortunately can not take Indian photos...જેના પછી સમગ્ર વિવાદ ઊભો થયો. ભારતીય સમુદાયના નેતા રાજેન્દ્ર પાંડેએ કહ્યું કે મને લાગ્યું કે તેઓ ખરેખર મારા રંગ વિશે વાત કરી રહ્યા છે. રાજેન્દ્રએ કહ્યું કે ઘણા લોકોને તેને પર્સનલી લીધો છે.