Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતા યુવકને ઇન્સ્ટાગ્રામમાં એડ મોકલી શેરબજારમાં ટીપ મોકલી વધુ નફો કમાવ તેવી લાલચ આપી યુવક સાથે કટકે-કટકે રૂ.16.67 લાખ ઓનલાઇન લઇ પરત નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરતાં સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતાં રણજિતભાઇ રૂડાભાઇ સોલંકી એ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરતા હોય તા.23-4ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ પર એક એડ આવી હતી જેમાં શેરબજારની ટિપ્સ મેળવી સારું રિટર્ન મેળવો, જેથી યુવકે તે એડ પર ક્લિક કરતા જેમા વોટ્સએપ નંબર આવ્યો હતો જેમાં ફોન કરતાં તેનું નામ સરોન ત્રિવેદી હોવાનું કહી યુવકને શેરબજાર વિશે સમજાવેલ હતું અને વાતચીત કરી હતી અને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં સામેવાળાએ એક લિંક મોકલી હતી તે ક્લિક કરતાં એક એપ બતાવેલ જેમા અમારું એકાઉન્ટ બનાવેલ તેમજ પાનકાર્ડની ડિટેઇલ માગી હતી જે એપ પર રજિસ્ટર કરી હતી. ત્યારબાદ યુવકે શેરબજારના એક સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવા માટે જણાવેલ અને પ્રથમ ચાર લાખનું રોકાણ કર્યું હતું. જેમાં નફો મળતા તેને વધુ કટકે-કટકે રૂ.16.67 લાખનું રોકાણ કર્યું હતું જેની સામે નફા સહિત કુલ રૂ.41.15 લાખનું પ્રોફિટ બનાવતા હોય જેથી તેને વિડ્રો કરવાની વાત કરી હતી જેમાં સામાવાળાએ જણાવેલ કે ચાર લાખ ભરી બેંક સાથે સેટલમેન્ટના નાખો જેથી તમારી રકમ વિડ્રો કરી શકશો. જેથી તેને વધુ રકમ ભરવાની ના પાડતા પૈસા પરત આવ્યા ન હતા, આથી છેતરપિંડી થયાનું બહાર આવતા તેને અગાઉ ઓનલાઇન ફરિયાદ કરી હોય પીઆઇ ઝનકાંત સહિતે ગુનો નોંધી સાયબર ગઠિયાને પકડી લેવા કાર્યવાહી કરી છે.