Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લોકોની વિચારધારા સતત બદલાઇ રહી છે. સમાજમાં પણ સતત ફેરફારો થઇ રહ્યા છે. સાથે સાથે લગ્નનાં રિવાજો પણ બદલાઇ રહ્યા છે. હાલના દિવસોમાં જાપાનમાં વીકેન્ડ મેરેજની લોકપ્રિયતા વધી રહી છે. જાપાનનાં લોકો લગ્ન બાદ પણ પોત પોતાના ઘરમાં રહી રહ્યા છે. એક જ શહેરમાં હોવા છતાં તેઓ સાથે રહેતા નથી. એકબીજાને વીકેન્ડમાં જ મળે છે. સાથે ફરે છે. સાથે જમે છે. એકબીજાની સાથે ભાવનાઓની આપલે કરે છે. ભાવિ યોજનાઓ બનાવે છે. પારિવારિક જવાબદારીની પણ વહેંચણી કરે છે. સંયુક્ત નાણાંકીય આયોજન પણ કરે છે,પરંતુ હંમેશાં સાથે રહેતા નથી.


જિમ ટ્રેનર હિરોમી તાકેદા કહે છે કે, તે પોતાના પતિને ખુબ પ્રેમ કરે છે, પરંતુ બંનેની લાઇફસ્ટાઇલ જુદી જુદી છે. તેનું કહેવુ છે કે તે સવારે ચાર વાગે ઉઠી જાય છે, જ્યારે તેના પતિ આઠ વાગ્યા સુધી ઉઠતા નથી. હિરોમીનું કહેવુ છે કે તે ઘરને પોતાની રીતે રાખે છે. જ્યારે તેના પતિ પોતાના ઘરમાં પોતાની ઇચ્છાથી જીવે છે. પોતાની સ્વતંત્રતાથી સમજૂતી કર્યા વગર પણ અમે લગ્નને લઇને ખુશ છીએ. જેથી પોતાની ટેવ અને લાઇફસ્ટાઇલ બદલવાની જરૂર લાગતી નથી. અમને પોત પોતાની લાઇફસ્ટાઇલ સાથે બાંધછોડ કરવાની જરૂર શું છે ?

જાપાનમાં વીકેન્ડ મેરેજનો વધતો ટ્રેન્ડ મહિલાઓને વધારે પસંદ છે. તેમનુ માનવું છે કે લગ્નની વ્યવસ્થામાં મહિલાઓને વધારે બાંધછોડ કરવી પડે છે. એક રિપોર્ટ કહે છે કે, જાપાનમાં મહિલાઓ પુરૂષો કરતા પાંચ ગણું વધારે કામ ઘરમાં કરે છે. હિદેકાજૂ તાકેદા બિઝનેસ સલાહકાર તરીકે છે. તેઓ કહે છે કે, લગ્ન માટે સાથે રહેવાની બાબત જરૂરી નથી. તેમને એકલતા સાથે રહેવાનુ વધારે પસંદ છે. આ ટેવ તેમને ગમે છે. ઘરનું ધ્યાન રાખવાનાં નામે વોશિંગ મશીનમાં પોતાના કપડા ધોઇ કાઢે છે.રેડીમેડ ભોજન કરે છે. રોજ ઘરની સફાઇમાં વધારે સમય ખરાબ કરવાનું પસંદ નથી. જ્યારે પત્ની સવારે ઉઠીને અનેક પ્રકારનાં ઘરકામમાં લાગી જાય છે. સાથે રહેવાની સ્થિતિમાં અપરાધ સમાન લાગે છે.