માઇક્રોફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીએ છેલ્લા દાયકામાં રૂ. 2.85 લાખ કરોડના લોન પોર્ટફોલિયો સાથે 16 ગણી વૃદ્વિ નોંધાવી છે. આગામી સમયમાં ગ્રાહકની રૂચિ તેમજ સુરક્ષાના અધિકારોને કારણે લાંબા ગાળા માટે ટકાઉ વૃદ્વિ જોવા મળે તેવી સંભાવના છે. માઇક્રો મેટર્સ: મેક્રો વ્યૂ - ઇન્ડિયા માઇક્રોફાઇનાન્સ રિવ્યૂ 2021-22’ રિપોર્ટ અનુસાર વર્ષ 2012 સુધી માત્ર માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ નેટવર્ક (MFIN), NBFC-MFIs (માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ) જ માત્ર નિયમન હેઠળ માઇક્રો લોન ઓફર કરતી કંપનીઓ હતી.
માર્ચ 2022 અનુસાર માર્ચ 2012માં ઇન્ડસ્ટ્રીનો પોર્ટફોલિયો રૂ.17,264 કરોડથી 16.5 ગણો વધીને રૂ. 2,85,441 કરોડ નોંધાયો હતો. બેન્કો તેમજ NBFCsએ વર્ષ 2016થી માઇક્રો લોનનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું તેમજ સ્મોલ ફાઇનાન્સ બેન્કોએ વર્ષ 2017થી લોન વિતરણ શરૂ કર્યું હતું.
SRO તરીકે MFINની કાર્યપ્રણાલી વર્ષ 2010થી શરૂ થઇ છે જેનાથી સેક્ટર ગ્રાહક સુરક્ષા, ઉદ્યોગ આચાર સંહિતા, નીતિ હિમાયત જેવા મજબૂત પાયાને કારણે ગ્રોથ તરફ સતત આગળ વધ્યું છે. આ દરેકથી એક જવાબદાર ફાઇનાન્સ ઇકોસિસ્ટમનું નિર્માણ શક્ય બને છે તેવું MFINના અધ્યક્ષ દેવેશ સચદેવે કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નાણાકીય સમાવેશ અથવા ફાઇનાન્શિયલ એક્સેસ તકનું સર્જન કરવા માટેનો માર્ગ છે જે આ સમગ્ર વૃદ્વિ પ્રક્રિયામાં ઓછી આવક ધરાવતા લોકોને પણ તક પૂરી પાડે છે.