Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોઈ પણ મેચમાં બોલ બદલવાની જવાબદારી હોસ્ટ ક્રિકેટ બોર્ડની હોય છે. એટલે કે, જો અમદાવાદમાં મેચ હોય તો ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) બોલ સપ્લાય કરશે. ફોર્થ અમ્પાયર આ દડાની તપાસ એક સ્પેશિયલ ગેજમાંથી કરે છે. જે બોલ એક રિંગમાંથી નીકળે અને બીજીમાંથી નહીં, તેવા દડાને 'બોલ લાઇબ્રેરી'માં મોકલાય છે.

તમને લાગશે કે આટલું કડક ચેકિંગ થાય તો વાંધો ક્યાં પડે છે? વાંધો છે બોલની કન્ડિશનમાં! ગેજમાંથી પાસ થયેલા બોલ ભલે દેખાવમાં સરખા હોય, પણ તેને તેના ઉપયોગના આધારે વહેંચવામાં નથી આવતા. એક બોલ જે 60 ઓવર સુધી ઘાસવાળા મેદાન પર વપરાયો હોય, તે 30 ઓવર સુધી સૂકા મેદાન પર વપરાયેલા દડાની જગ્યા પણ લઈ શકે છે. આ તો એના જેવું થયું કે ચા બનાવતી વખતે ખાંડ ભૂલી ગયા અને કોઈએ મીઠું આપી દીધું કે છે તો સફેદ જ ને, પણ બોસ કામ તો અલગ છે ને!

અમ્પાયર 'બોલ લાઇબ્રેરી'માંથી મુખ્ય બોલ જેવો જ બોલ સિલેક્ટ કરવાનો પ્રયાસ કરે છે, પણ તેનું કામ સરળ નથી હોતું. ઘણાને લાગે છે કે બોલ સોફ્ટ થાય તો બદલી શકાય, પણ નિયમ મુજબ, બોલ ગેજ ટેસ્ટમાં ફેલ થાય અથવા સ્પષ્ટ રીતે ખરાબ દેખાય ત્યારે જ બદલાય છે, ખાલી સોફ્ટ થઈ જાય તો નહીં.

અહીં એક એવી વાત છે જે તમને ભાગ્યે જ કોઈ કહેશે: બદલાયેલા બોલનો પણ ફરી ઉપયોગ થઈ શકે છે! જો તે બોલ ગેજ ટેસ્ટમાં પાસ થાય, તો તેને બીજી મેચમાં પણ વાપરી શકાય છે. પરંતુ અહીં એક રહસ્ય છે – આ બોલ પર કોઈ નિશાન નથી હોતું, એટલે ક્યારે કયો બોલ કેટલો વપરાયો હતો, તેની કોઈને ખબર પડતી નથી! આ જ કારણે વારંવાર વિવાદ થાય છે અને ટીમોની મુશ્કેલી વધે છે.