ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં વોટર સ્પોર્ટ્સને પહેલીવાર સામેલ કરવામાં આવ્યું છે. જેમાં કયાકિંગ, કૈનોઇંગ અને સલાલમ ગેમ છે. ભોપાલના મોટા તળાવમાં કયાકિંગ અને કૈનોઇંગ ઇવેન્ટમાં રાજસ્થાનની ટીમ ચર્ચામાં છે. આનું કારણ છે ઉદયપુરની એકેડમી અને તેમનો સંઘર્ષ.
આ એકેડમીના કોચ નિશ્ચય સિંહ ચૌહાણ જણાવે છે કે આને શરૂ કરવું ઘણું અઘરું રહ્યું હતું. રાજસ્થાનમાં વોટર સ્પોર્ટ્સ એકેડમીના નામથી જ લોકો ભાગી જતા હતા. તેમને આવી આશા નહોતી. તેમને ક્યાંયથી ફંડિંગ પણ નહોતું. આ પછી તેઓએ શહેરમાંથી પૈસા ભેગા કરીને આ એકેડમી શરૂ કરી હતી. આજે આ એકેડમીના છોકરાઓ દેશભરમાં અલગ-અલગ ઇવેન્ટ્સમાં 70થી વધુ નેશનલ મેડલ જીતી ચૂક્યા છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં રાજસ્થાનના ત્રણ ખેલાડીઓએ કૈનોઇંગ અને કયાકિંગમાં ભાગ લીધો હતો. ત્રણેય પ્લેયર્સ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.