Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચન્દ્રયાન-3, મંગળયાન, સૂર્યયાન (આદિત્ય)ની સફળતા પછી ભારતે હવે શુક્રયાનની તૈયારી આદરી છે. ઈસરોના ચેરમેન એસ.સોમનાથે કહ્યું હતું કે શુક્રનું વાતાવરણ ધરતીના વાતાવરણ કરતાં 100 ગણુ વધારે દબાણ ધરાવે છે, તેનો અભ્યાસ જરુરી છે. કેમ કે હજારો વર્ષ પછી ધરતીની સ્થિતિ પણ શુક્ર જેવી થઈ શકે છે. ચન્દ્ર પર વાતાવરણ નથી, મંગળના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધારે છે, જ્યારે શુક્ર એવો ગ્રહ છે જેને વાતાવરણનો થર છે.


ઈસરોના કહેવા મુજબ 2024મા આ મિશન લોન્ચ કરી શકાય છે. જો એ તક ચૂકી જવાય તો પછી 2031માં વારો આવી શકે. જોકે વચ્ચે 2026-28 વચ્ચે પણ લોન્ચિંગની તક છે. ઈસરોને 2012માં જ શુક્રયાન માટે મંજૂરી મળી હતી જ્યારે 2017માં ફન્ડ આપવાની શરુઆત થઈ હતી. શુક્રયાન એ જોકે લોકોની સરળતા માટે અપાયેલું નામ છે, તેનું વૈજ્ઞાનિક નામ તો વિનસ ઓર્બિટર મિશન છે. શુક્ર નજીક હોય ત્યારે અંતર 6.1 કરોડ કિલોમીટર હોય છે, પરંતુ ત્યાં જતા યાને પૃથ્વી ફરતે ચક્કર મારવાના થાય એટલે સફર ઘણી લાંબી ચાલશે.