Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જસદણમાં ગઢડીયા રોડ પાસે આવેલા જેટકોના ગોડાઉનમાં રૂ.46 હજારના ફ્યુઝ કંડકટરની ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. સિક્યુરિટી ગાર્ડની સમયસૂચકતાને કારણે તસ્કરો ચોરી કરેલ સામાન ભરેલી ગાડી મૂકી નાસી ગયા હતા.

અમરેલીના મૂળ ધંધુકા વતની અશ્વિનકુમાર રમેશભાઈ મેર (40) અમરેલી જેટકોના બાંધકામ વિભાગમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવે છે. જેટકોનો બાંધકામ સામાન જસદણના હેમાંશુભાઈ હીરાપરાની માલિકીની ગઢડીયા રોડ પર આવેલી વાડીમાં સંગ્રહિત રાખવામાં આવ્યો છે.

વાડીમા તાર ફેન્સીંગ, સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલે વહેલી સવારે અઢી વાગ્યે સિક્યુરિટી સુપરવાઈઝર ખોડુંભા સરવૈયાને જાણ થઈ કે અમુક લોકો પીક-અપ ગાડીમાં ફ્યુઝ કંડકટર ભરીને નાસી જવા પ્રયાસ કરી રહ્યા છે. તરત જ ગાર્ડ ભાવેશભાઈ ખાચર તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ગાર્ડોને જોઈ તસ્કરો વાહન મૂકી નાસી ગયા. પછી તપાસ કરતાં પીક-અપ ગાડીમાં 49 નંગ એલ્યુમિનિયમ હાર્ડવેર ફ્યુઝ કંડકટર મળ્યા, જેની કિંમત રૂ.46,158 થાય છે. આ બાબતે અશ્વિનકુમાર મેરે જસદણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.