Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ જિલ્લા કલેક્ટરના નામે ફેસબુકમાં ફેક પ્રોફાઈલ બનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરાયો છે. આ મામલો સામે આવતા કલેક્ટરે સાયબર ક્રાઈમને જાણ કરતા તેઓએ ફેસબુકના વડામથકને નોટિસ મોકલી વિગતો માગી છે તેમજ એકાઉન્ટ બંધ કરવા માટે કહ્યું છે.


રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને ધ્યાને આવ્યું હતું કે, રાજકોટ કલેક્ટોરેટ નામની એક ફેસબુક પ્રોફાઈલમાં તેમનો ફોટો મુકાયો છે અને અલગ અલગ લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી રહી છે. આ પ્રોફાઈલ સપ્તાહ પહેલાં જ બની છે તેમજ ફોટો પણ મંગળવારે જ અપલોડ કરાયો છે. ફેક પ્રોફાઈલનું વેબ એડ્રેસ ચકાસતા તેમાં યુઝર તરીકે risni.roy.3 દેખાયું છે.

જેણે પોતાના એકાઉન્ટમાં નામ રાજકોટ કલેક્ટોરેટ રાખ્યું હતું. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને જાણ કરાતા પીએસઆઈ ડી.બી. કાકડિયાએ મેટા કંપનીને મેલ કરીને આ પ્રોફાઈલ ક્યા ઈ-મેલ તેમજ ફોન નંબરથી બનાવાઈ છે તેમજ બનાવતી વખતેનો આઈપી એડ્રેસ અને જેટલી વખત એક્ટિવિટી થઈ છે તેના આઈપી એડ્રેસ માગ્યા છે. આ ઉપરાંત શક્ય તેટલી ઝડપથી આ એકાઉન્ટ બંધ કરવા માટે કહ્યું છે.