સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે ફાઇનાન્સ કમિટીની બેઠક મળવાની છે જેમાં જુદા જુદા ભવનો અને વિભાગોમાંથી આવેલી દરખાસ્ત અંગે ચર્ચા કર્યા બાદ ક્યાં ખર્ચા મંજૂર કરવા, શેમાં ખર્ચ ઘટાડવો તેની કમિટીના સભ્યો ચર્ચા કર્યા બાદ નિર્ણય કરશે.
જે દરખાસ્ત આવી છે તેમાં મુખ્યત્વે એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ માટે 31.86 લાખ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રિસર્ચ ફોર રિસર્જન ફાઉન્ડેશન માટે 7 લાખ, આંકડાશાસ્ત્ર ભવનમાં બે દિવસની નેશનલ કોન્ફરન્સ માટે 7 લાખ, પત્રકારત્વ ભવનના 50 વર્ષની ઉજવણી અંતર્ગત 5 કાર્યક્રમ માટે 6.32 લાખ, એસસી-એસટી વિભાગના 15 સપ્ટેમ્બર સુધી કાર્યક્રમ માટે 2.50 લાખ, પરીક્ષા વિભાગના સોફ્ટવેર માટે 1.96 લાખ, આંતર કોલેજ સ્પર્ધાના સંચાલન માટે 1.88 લાખની દરખાસ્ત કરવામાં આવી છે.