Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેર-જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં મંગળવારે સવારે દસ્તાવેજ નોંધણીની કામગીરી ઠપ થતા ભારે દેકારો બોલી ગયો હતો. આ અંગેની ફરિયાદો ઉઠ્યા બાદ અડધી કલાકમાં કામગીરી રાબેતા મુજબ ચાલુ થઇ ગઇ હતી. સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી ચારોલે જણાવ્યું હતું કે, અરજદારોના ફોટા અપલોડ થતા ન હોવાથી ચાલુ કામગીરીએ સોફ્ટવેર અપગ્રેડ કરવાની ફરજ પડી હતી. આથી રાજકોટ શહેર-જિલ્લામાં 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં સોફ્ટવેર અપગ્રેડની કામગીરી હાથ ધરાતા કામગીરી ધીમી પડી હતી. જોકે અડધી કલાક કામગીરી ચાલુ થઇ ગઇ હતી.