ભાયાવદર ભાયાવદરમાં આવેલા રેલવે સ્ટેશન રોડ ઉપર જુનવાણી ત્રણ પુલ આવેલા છે ત્યારે તેમાંથી એક પુલ જર્જરિત હાલતમાં હોવાથી ગંભીરા પુલ દુર્ઘટના પછી આ પુલને ભારે વાહનો માટે કલેકટરના જાહેરનામા મુજબ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે આ પુલની બાજુમાં બંને સાઈડમાં આડસ રૂપી લગાવામાં આવેલ એંગલ પાલિકાના જેસીબીથી કાઢીને ફંગોળી દેવામાં આવ્યા હતા અને ગામમાં જાહેર એવું કર્યું હતું કે રાજકોટ થી સીદસર મંદિરે જતો માં ઉમિયા નો રથ જે ખેંચીને લઈ જવામાં આવે છે.
તેને આ એંગલ નડતર રૂપ હોવાથી આ પુલના એંગલ કાઢી નાખવામાં આવેલ છે તેવી ખોટી વાહિયાત વાતો રૂપી અફવા ફેલાવી દીધી હતી.
સામે પક્ષે હકિકત એ હતી કે રથની ઉંચાઈ માત્ર 8 થી 9 ફૂટ જેટલી હતી ત્યારે એંગલની ઊંચાઈ 11 ફૂટ છે. આથી આ ઉમિયા માં ના ભક્તો દ્વારા ખેંચીને લઈ જવાતા રથને કોઈ અડચણ થવાની નહોતી. પાલિકની નીતિ કંઇક બીજી જ હતી.