ઉઝબેકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ભારતીય બનાવટની કફ સિપરથી તેમના દેશમાં 18 બાળકોના મોત થયા છે.
ઉઝબેકિસ્તાનમાં કફ સિરપ પીવાથી 19 બાળકોના મોતના મામલામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ એલર્ટ જાહેર કર્યું છે. WHOએ કહ્યું કે ભારતના મેરિયન બાયોટેક દ્વારા બનાવેલી બે કફ સિરપ બાળકોને ન આપવી જોઈએ. સીરપના નામ એમ્બ્રોનોલ સીરપ અને ડીઓકે-1 મેક્સ છે. આ બંને સીરપ નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવે છે. WHOએ કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે બંને સિરપ સારી ગુણવત્તાના નથી. તેમાં દૂષિત પદાર્થ તરીકે જેમ કે તેમાં ડાયેથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલની ચોક્કસ માત્રા શામેલ નથી.
ઉઝબેકિસ્તાનમાં સરકારે 28 ડિસેમ્બરે આરોપ લગાવ્યા હતા કે ભારતમાં બનેલી કફ સિરપથી તેમના દેશમાં 18 બાળકોના મોત થયા છે. ઉઝ્બેક હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતુ કે નોઈડાની મોરિયન બાયોટેકમાં બનેલી કફ સિરપ DOK-1 MAX પીવાથી બાળકોના જીવ ગયા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આ મામલે સિરપની તપાસ કરી છે.
યુપીએ કંપનીનું લાઇસન્સ રદ કર્યું
ભારતે ઉઝબેક સરકારના આરોપોની તપાસ કરવાનો પણ નિર્ણય લીધો હતો. યુપી ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે બાયોટેક કંપનીનું પ્રોડકેશન લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. કાચા માલની ખરીદી અને દવાના રેકોર્ડની જાળવણી અંગે સમયસર માહિતી ન આપવા બદલ કંપનીનું પ્રોડકેસન લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
ગામ્બિયાએ ભારતની 4 કફ સિરપને 70 બાળકોના મોત માટો જવાબદાર ગણાવી હતી
ગામ્બિયાએ પોતાને ત્યાં થયેલા 70 બાળકોના મોત માટે જવાબદાર ભારતમાં બનેલી 4 કફ સિરપને જવાબદાર ઠેરવી છે. WHOએ પણ સિરપના ઉપયોગ બાબતે એલર્ટ જાહેર કર્યું છે. જો કે,ભારતે કહ્યું હતુ કે અમે કફ સિરપની તપાસ કરી છે. તે યોગ્ય ગુણવત્તાની જ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ગામ્બિયા સરકારે એક નિવેદન જાબેર કરીને જણાવ્યું હતું કે તેમના દેશમાં થયેલા બાળકોના માચ માટે ભારતીય સિપર જવાબદાર નથી.