Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કેનાલ રોડ પર આવેલી એક હોટેલ ખાતે 66 વર્ષીય વૃદ્ધ પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનામાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આરોપીએ સરાજાહેર છરી કાઢી વૃદ્ધ ઉપર હુમલાનો પ્રયાસ કર્યાની સમગ્ર ઘટના હોટેલના CCTV કેમેરામાં કેદ થઈ છે. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત વિગત મુજબ, કેનાલ રોડ પર આવેલા ખોડિયાર ટી-સ્ટોલ ખાતે મહેન્દ્ર સરવૈયા નામના 66 વર્ષીય વૃદ્ધ ચા પીવા માટે બેઠા હતા. તે સમયે હરી હેરભા નામનો એક શખ્સ ત્યાં આવ્યો હતો અને તેમની સાથે જૂના કેસની અદાવતને લઈને ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડા દરમિયાન હરી હેરભાએ પોતાની પાસે રહેલી છરી કાઢીને મહેન્દ્ર સરવૈયા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાથી બચવા માટે વૃદ્ધે ખુરશી આડી રાખી હતી. આ ઘટનામાં હુમલો કરનાર શખ્સે વૃદ્ધને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાનું અને પોલીસ કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે.