Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)ને સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. બોર્ડમાં સરકારની દખલગીરી બાદ ICCએ તેમની સદસ્યતા તાત્કાલિક અસરથી છીનવી લીધી છે. ભારતમાં ચાલી રહેલા ODI વર્લ્ડકપમાં શ્રીલંકાનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. ટીમ 9 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી હતી.

વર્લ્ડ કપ દરમિયાન 18થી 21 નવેમ્બર દરમિયાન અમદાવાદમાં ICCની ત્રિમાસિક બેઠક યોજાશે. પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સ્થિતિને જોતા ICCના અધિકારીઓએ ઓનલાઈન મીટિંગ કરી અને બોર્ડને સસ્પેન્ડ કરી દીધું. ICCએ કહ્યું કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારની ખૂબ જ દખલગીરી છે. ICC સભ્યના કામમાં સરકારી દખલગીરી ન હોવી જોઈએ. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શ્રીલંકા બોર્ડ ખુલ્લેઆમ કામ કરી શકતું નથી, જેને જોતા બોર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યું છે.

18થી 21 નવેમ્બર દરમિયાન યોજાનારી ICCની બેઠકમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સાથે આગળ શું કરવું તે નક્કી કરવામાં આવશે. જો કે, સસ્પેન્શન બાદ શ્રીલંકન ક્રિકેટ પર હાલ કોઈ અસર થાય તેવું લાગતું નથી. કારણ કે ટીમ ડિસેમ્બર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે નહીં અને જાન્યુઆરી સુધી બોર્ડને કોઈ ફંડ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.

અંડર-19 વર્લ્ડ કપની યજમાની છીનવાઈ શકે છે
SLCના સસ્પેન્શન પછી, ખેલાડીઓ પર ભાગ્યે જ કોઈ અસર થશે પરંતુ ICC શ્રીલંકા બોર્ડની આવક રોકી શકે છે. આ ઉપરાંત તેમની પાસેથી આગામી ICC ઈવેન્ટનું આયોજન પણ છીનવી શકાય છે. મેન્સ અંડર-19 વર્લ્ડ કપ આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન શ્રીલંકામાં યોજાવાનો છે. જો ICCમાં બોર્ડની સદસ્યતા જાળવી રાખવામાં નહીં આવે તો આ ટૂર્નામેન્ટની યજમાની પણ તેમની પાસેથી છીનવાઈ શકે છે.