Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાશિફળ : ૧૫/૧૦/૨૦૨૨

મેષઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોનને ઇગ્નોર ન કરો.

નેગેટિવઃ- કોઇપણ અજાણ વ્યક્તિ સાથે તમારી વ્યક્તિગત યોજનાને શેર ન કરો. કોઇ ગેર કાનૂની કામમાં રસ ન લેશો. તેના કારણે તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. તમારી બેદરકારીના કારણે કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇપણ કરાર પ્રાપ્ત કરતા પહેલાં તે કાર્ય અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવી.

લવઃ- લગ્ન સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે એકબીજાના સહયોગ અને તાલમેલની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સુરક્ષા અંગેના નિયમોનું પાલન કરવું.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ મન પ્રમાણે કામ પૂર્ણ થવાથી દિનચર્યા સારી રહેશે. ફાયનાન્સને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ માટે નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવી શકે છે. યુવાઓને જેવો પણ રોજગારને લગતો અવસર મળે તે પ્રાપ્ત કરી લેવો જોઇએ.

નેગેટિવઃ- ભાઈ બહેન કે કોઇ નજીકના સંબંધી સાથે પારિવારિક મુદ્દાને લઇને વિવાવદ થઇ શકે છે. કોઇ અનુભવી વ્યક્તિને વચ્ચે લાવવો. ગુસ્સા અને આવેશની જગ્યાએ શાંતિથી સમાધાન શોધવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહી શકે છે.

લવઃ- પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને સોહાર્દનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇના મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપી શકે છે. મિત્રો તથા સંબંધીઓ સાથે વાર્તાલાપ થશે અને સંબંધ મધુર બની શકે છે.

નેગેટિવઃ- આ સમયે વાહન કે પ્રોપર્ટી ખરીદદારીની યોજના બનાવતી સમયે વધારે સાવધાની જાળવો. બાળકોની કોઇ સમસ્યાને લઇને ચિંતા રહી શકે છે. કોઇ મોટો ખર્ચ પણ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પરિસ્થિતિઓ પહેલાની જેમ જ શરૂ રહી શકે છે.

લવઃ- કામ વધારે રહેવાના કારણે પરિવારમાં યોગ્ય ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- કામ વધારે હોવા છતાં તમારી દિનચર્યા અને ખાનપાન ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી જે કામને લઇને તમે કોશિશ કરી રહ્યા હતાં, આજે તેને લગતા શુભફળની પ્રાપ્તિ થઇ શકે છે. પારિવારિક દેખરેખ કે સુધારને લગતા કાર્યોમાં પણ યોગ્ય સમય પસાર થશે.

નેગેટિવઃ- તમારા મન પ્રમાણે કોઇ કામ ન થવાથી ગુસ્સા અને આવેશમાં આવશો નહીં. શાંતિ અને ધૈર્ય પૂર્ણ રીતે તમારી વાત રાખવાની કોશિશ કરો. કલ્પનાઓમાં ન જીવીને હકીકતનો સામનો કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ કોઇ સુધારની સંભાવના નથી.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં તાલમેલ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમય સામાન્ય જ પસાર થશે. પરંતુ તમને સંબંધો પ્રત્યે આદર-માન એકબીજાના સંબંધોને વધારે મજબૂત કરશે. બાળકોની સામે શ્રેષ્ઠ અભિભાવક સાબિત થઇ શકો છો. પરિવારજનોની જરૂરિયાતોનું પણ ધ્યાન રહેશે.

નેગેટિવઃ- રોકાણને લગતા કાર્યોમાં કોઇ પ્રકારની ભૂલ થઇ શકે છે. એટલે કોઇપણ એવું પગલું ભરતા પહેલાં યોગ્ય તપાસ કરી લો. કોઇ પાડોસીના મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુકૂન આપશે.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતા કાર્યોમાં નવી તકનીકનો ઉપયોગ કરવો જરૂરી છે.

લવઃ- પરિવારના લોકોમાં એકબીજા પ્રત્યે સ્નેહ અને પ્રેમ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- પોતાના અને પોતાના પરિવારના લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- દિવસ સામાન્ય પસાર થશે. કોઇપણ પ્રકારની દુવિધા થાય ત્યારે પરિવારના લોકોનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. થોડો સમય આત્મ મનન કરવામાં પણ પસાર કરો.

નેગેટિવઃ- ભાવનાઓમાં આવીને તમે તમારું નુકસાન કરી શકો છો. થોડા વ્યવહારિક અને સ્વાર્થી થવું પણ જરૂરી છે. અન્યની મદદ કરવાની સાથે-સાથે તમારી સુરક્ષાનું પણ ધ્યાન રાખો. નકારાત્મક વિચારોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- થોડા સમયથી કાર્યક્ષેત્રમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી, આજે તેમા થોડા સુધારની શક્યતા છે.

લવઃ- લગ્નજીવન ઉત્તમ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમે જીવનમાં પોઝિટિવ સ્તરને અનુભવ કરશો. કોઇ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાતથી તમાર વિચારધારામાં પણ યોગ્ય પરિવર્તન આવશે. આર્થિક તથા પારિવારિક સ્થિતિને સારી જાળવી રાખવાની કોશિશ કરો.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વાતો કોઇ સામે જાહેર ન કરો. જમીન કે જાયદાદને લગતી કોઇ કાર્યવાહી કરતી સમયે ધ્યાન રાખો કે તેના કારણે સંબંધો ખરાબ થાય નહીં. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે પણ ધ્યાન આપે.

વ્યવસાયઃ- દૈનિક આવક થોડી સારી રહી શકે છે. પરંતુ હાલ કોઇ નવા કાર્યમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ- પારિવારિક ગતિવિધિઓમાં તમારો સહયોગ અને સમર્પણ ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવની પરેશાની રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ સંબંધી દ્વારા શુભ સૂચના મળવાથી વાતાવરણ સુખદ રહી શકે છે. કોઇ ધાર્મિક ગતિવિધિઓ પણ પૂર્ણ થઇ શકે છે. ઘરના વડીલ સભ્યોના આશીર્વાદ અને માર્ગદર્શન દ્વારા તમારું કોઇ કામ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇપણ વાતને લઇને વિવાદમાં પડશો નહીં. સમસ્યાને શાંતિથી ઉકેલો. અચાનક જ કોઇ એવો ખર્ચ સામે આવી શકે છે જેના કારણે બજેટ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- આજે કોઇ કાર્યમાં સારો નફો થવાની શક્યતાઓ છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થવાની શક્યતાઓ છે.

સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારની સ્વાસ્થ્યને લગતી પરેશાની થાય તે બેદરકારી કરશો નહી.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારી આસ્થા વધશે. તમારા દૃષ્ટિકોણમાં પણ આશ્ચર્યજનક પોઝિટિવ પરિવર્તન આવશે. કોઇ સંબંધી સાથે ચાલી રહેલાં વાદ-વિવાદને ઉકેલવાની કોશિશ કરો, ચોક્કસ જ તમે સફળ થશો.

નેગેટિવઃ- અન્ય લોકો પાસેથી વધારે આશા ન રાખો, પરંતુ તમારી કાર્ય ક્ષમતા અને યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખવો યોગ્ય છે. ભાવનાઓમાં વહીને અનેકવાર તમારું જ નુકસાન તમે કરી શકો છો. એટલે જીવન સાથે જોડાયેલી ગતિવિધિઓને વ્યવહારિક રીતે સમજવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે થોડા પરિવર્તનની શક્યતાઓ છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- તમારા ઉપર કામનો ભાર વધારે લેશો નહીં.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારા જીવન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓનો ઉકેલ તમે જાતે જ શોધવાની કોશિશ કરશો અને સફળ પણ થશો. કામ વધારે હોવા છતાં તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ સંબંધ મધુર જાળવી રાખશો.

નેગેટિવઃ- કોઇ અપ્રિય ઘટનાનો તમારા મન ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. થોડો સમય મેડિટેશનમાં પણ પસાર કરો, તેનાથી પોઝિટિવિટી આવશે. વિદ્યાર્થી તથા યુવા વર્ગ ખોટી ગતિવિધિઓમાં પડીને કરિયર સાથે બેદરકારી ન કરે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમા હાલ મંદી જ રહી શકે છે.

લવઃ- ઘરના વડીલ વ્યક્તિઓના સહયોગ અને માર્ગદર્શનથી યોગ્ય વ્યવસ્થા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ પરેશાની રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- વારસાગત સંપત્તિને લઇને કોઇ મામલો ઉકેલાય તેવી યોગ્ય શક્યતાઓ છે. સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના ઉપર પણ ચર્ચા થઇ શકે છે. કોઇ નજીકના મિત્રની સલાહ ઉપર અમલ કરો. તમને યોગ્ય સલાહ મળી શકે છે.

નેગેટિવઃ- સામાજિક સંબંધોને પણ મધુર જાળવી રાખો. કોઇ અયોગ્ય કાર્યમાં રસ લેવો અપમાનજનક સ્થિતિ ઊભી કરી શકે છે. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં રૂપિયાનું રોકાણ કરશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ- ઘરની સમસ્યાઓને સમય રહેતા ઉકેલવાની કોશિશ કરો, નહીંતર સમસ્યાઓ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને ઉધરસ જેવી મુશ્કેલીઓથી બચવા માટે દિનચર્યા યોગ્ય જાળવી રાખો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામા સક્ષમ રહેશો. કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. તેને લગતા કોઇ કાર્ય કરતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન લેવા.

નેગેટિવઃ- કોઇપણ મુશ્કેલી આવે ત્યારે પોતાના સ્વભાવને સહજ જાળવી રાખો. ભાવનાઓમાં વહીને તમે કોઇ મહત્ત્વપૂર્ણ વાત કોઇ સામે જાહેર ન કરો. નહીંતર કોઇ તમારી વાતનો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- કોઇ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત અને તેમની સલાહ બંને માટે જ વ્યવસાયની દૃષ્ટિએ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના નકારાત્મક પ્રભાવથી બચવા માટે સુરક્ષાને લગતા નિયમોનું પાલન કરો.