Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

થોડા સમયથી દુનિયાના મોટાભાગના દેશોમાં એન્ટી ઇમિગ્રન્ટ મૂવમેન્ટ ચાલી રહી છે. ત્યારે ન્યૂઝીલેન્ડથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ન્યૂઝીલેન્ડમાં ભણવા જતા વિદ્યાર્થીઓ જો માસ્ટર અથવા પીએચડી ભણે છે. બાદમાં કોઈ કંપનીમાં જોબ મેળવે છે અથવા તો જોબ ઑફર લેટર મેળવે છે તો તે ન્યૂઝીલેન્ડમાં ડાયરેક્ટ પરમેનેન્ટ રેસિડેન્સી માટે એપ્લાય કરી શકશે. તેને કોઈ અનુભવની જરૂર નહીં રહે.


ત્રણ દિવસ પહેલા જ ન્યૂઝીલેન્ડે આ અંગે જાહેરાત કરી હતી અને આજે એ અપડેટ કર્યું છે.

અન્ય દેશોમાં ભણ્યા બાદ વર્ક વિઝા લેવા પડે છે. અમુક વર્ષ રહ્યા બાદ વિદ્યાર્થી પરમેનન્ટ રેસિડેન્સી માટે એપ્લાય કરી શકે છે. જ્યારે ન્યૂઝીલેન્ડમાં માસ્ટર્સ કે પીએચડી ડિગ્રી લીધા બાદ સીધા 6 પોઈન્ટ વધી જશે જેથી સીધા સ્કિલ માઈગ્રેશન કેટેગરી(SMC)માં એપ્લાય કરીને પરમેનેન્ટ રેસિડેન્સી માટે એપ્લાય કરી શકે છે.

સ્કિલ્ડ વર્કર્સ ન્યૂઝીલેન્ડમાં રહેવામાં મદદ કરવા માટે સરકાર સ્કિલ્ડ માઇગ્રેન્ટ કેટેગરી (SMC) રેસિડેન્ટ વિઝા હેઠળ બે નવા રેસિડન્સ પાથવેય્ઝ રજૂ કરી રહી છે.