વિદ્યાર્થિનીઓનું જાતિય શોષણનો આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારી જે કોલેજમાં ભણાવતો હતો, તે કેમ્પસમાંથી પોલીસે એક સેક્સ ટૉય અને પાંચ પોર્ન સીડી મળી છે.
દિલ્હી પોલીસે બુધવારે ચૈતન્યનંદના કેમ્પસમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન, પોલીસને અશ્લીલ સામગ્રી મળી આવી હતી, તેમજ વડાપ્રધાન મોદી, ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને અન્ય બ્રિટિશ નેતા સાથે સ્વામીના કથિત રીતે બનાવટી ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા.
એક દિવસ પહેલાં, પોલીસે ચૈતન્યનંદના મોબાઇલ ફોનમાંથી ઘણી મહિલાઓ સાથેની ચેટ શોધી કાઢી હતી. તેમાં ખુલાસો થયો હતો કે તેણે મહિલાઓને આકર્ષવા માટે વિવિધ વચનો આપ્યા હતા.
ચૈતન્યાનંદ પર શ્રી શારદા સંસ્થામાં 17 વિદ્યાર્થિનીઓ પર જાતીય શોષણ કરવાનો આરોપ છે. 4 ઑગસ્ટના રોજ વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. તે સમયે તે સંસ્થાનો વડા હતો. 9 ઑગસ્ટના રોજ તેને તેના પદ પરથી દૂર કરવામાં આવ્યો હતો. ત્યારથી તે ફરાર છે.
પોલીસથી બચવા માટે, ચૈતન્યનંદ સીસીટીવી કેમેરા વગરની સસ્તી હોટલોમાં રોકાયો. તે ઉત્તર પ્રદેશના ધાર્મિક શહેરો વૃંદાવન અને મથુરામાં પણ છુપાઈ ગયો. ચૈતન્યનંદના નજીકના લોકોએ તેના માટે હોટલો પસંદ કરી.
27 સપ્ટેમ્બરના રોજ તે આગ્રાની એક હોટલમાં રોકાયો હતો. 28 સપ્ટેમ્બરના રોજ સવારે 3:30 વાગ્યે પોલીસે તેની ધરપકડ કરી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.