સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા ઘોડોદોડ રોડ પર આવેલા G3 શોપિંગ સેન્ટરમાં રાત્રે અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં શોપિંગ સેન્ટરના ઉપરના માળ પર ફસાયેલા 16 જેટલા લોકોને ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર રેસ્ક્યૂ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
પ્રાથમિક માહિતી અનુસાર, સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલુ G 3 શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ પ્લસ ચાર માળ છે. આ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટ પરથી આગની શરૂઆત થઈ હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ હાલ અકબંધ છે, પરંતુ જણાયા મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પરના પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ) અને વાયરિંગમાં આગ લાગી હતી.