પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી પ્રો લીગમાં અલ નસર માટે 4 ગોલ ફટકાર્યા હતા. આ સાથે જ તેઓએ ક્લબ સ્તરે 500 ગોલ પણ પૂરા કર્યા હતા. સાઉદી પ્રો લીગમાં રોનાલ્ડોએ અલ-વેહદા સામે પોતાના લીગ કરિયરનો 500મો ગોલ ફટકાર્યો હતો. આ મેચ અલ નસરે 4-0થી જીતી લીધી હતી. રોનાલ્ડોએ આ મેચમાં 21મી, 40મી, 53મી અને 61મી મિનિટે ગોલ ફટકાર્યા હતા.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેમના કરિયરમાં કુલ પાંચ ક્લબ તરફથી ફૂટબોલ રમ્યા છે. જેમાં માન્ચેસ્ટર યુનાઇટેડ માટે 103 ગોલ, રિયલ મેડ્રિડ તરફથી, 311 ગોલ, યુવેન્ટ્સ તરફથી 81 ગોલ, સ્પોર્ટિંગ લિસ્બન માટે ત્રણ ગોલ અને અલ નસર માટે પાંચ ગોલ ફટકાર્યા છે. આમ હવે તેઓના ક્લબ ગોલ 503 થઈ ગયા છે.