Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જૂનાગઢ તાલુકા સેવા સદનમાં ફરજ પર હાજર નાયબ મામલતદાર (ઇ-ધરા) પર આજે બપોરના સમયે હુમલાની સનસનાટીપૂર્ણ ઘટના બની હતી. વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવાના મુદ્દે અધિકારીએ વધારાનું એફિડેવિટ માગતા એક વ્યક્તિ મામલતદારની ચેમ્બરમાં ધસી આવી લાકડાની ખુરશીનો ઘા કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. નાયબ મામલતદાર ભાર્ગવભાઈ નવનીતભાઈ ધામેચા (ઉ.વ. 38)એ આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રવીભાઈ ઉર્ફે રવીન્દ્ર પ્રવીણચંદ્ર ચંદે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.


એફિડેવિટ રજૂ કરવા કહેતા રકઝક કરી પોલીસ ફરિયાદ મુજબ, નાયબ મામલતદાર ધામેચા આજે બપોરના આશરે 12 વાગ્યાની આસપાસ ઓફિસે હજાર હતા. તેમની પાસે સર્કલ ઓફિસરનો વધારાનો ચાર્જ પણ છે. આ સમયે તેમની ચેમ્બરમાં રવીન્દ્ર ચંદેના માણસો વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવાની અરજી લઈને આવ્યા હતા. દસ્તાવેજોની ચકાસણી કરતા મામલતદારે જોયું કે, ગામ નમૂના નંબર 7માં પાણી લેવાના તથા રસ્તાના હક લખાયેલા હતા. પરંતુ દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ નહોતો. આ સ્પષ્ટતા કરવા માટે નાયબ મામલતદારે વધારાનું એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું હતું.

આ બાબતે રવીન્દ્ર ચંદેને ફોન પર વાત કરવામાં આવતા તેમણે નાયબ મામલતદાર ધામેચા સાથે ફોનમાં વાત કરી હતી. જોકે, સમજાવવા છતાં તેઓ સમજ્યા નહોતા અને ફોન પર જ ધામેચાને જેમફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને 'હું તમને જોઇ લઈશ' તેમજ 'આર.ટી.આઇ. કરીશ' તેમવી ધમકી આપી હતી.