Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે વર્ષ 2025માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ બુધવાર, 14 જૂને શ્રેણી માટેના સ્થળોની જાહેરાત કરી હતી.


14 જૂનના રોજ, ECBએ 2025-2031 વચ્ચેના સાત વર્ષની સાયકલ માટે તેની પુરૂષો અને મહિલા ટીમ માટે સ્થાનિક કેલેન્ડરની જાહેરાત કરી.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) અનુસાર, ભારત જૂન 2025માં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ (પટૌડી ટ્રોફી) માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ECBએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે આ મેચ લોર્ડ્સ, ધ ઓવલ (બંને લંડનમાં), એજબેસ્ટન (બર્મિંગહામ), હેડિંગલી (લીડ્સ) અને ઓલ્ડ ટ્રેફોર્ડ (માન્ચેસ્ટર) ખાતે રમાશે.