મહેન્દ્ર સિંહ ધોની દ્વારા 2020માં સફેદ બોલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી ભારતીય ટીમમાં એક પ્રકારનો ખાલીપો સર્જાયો છે. અનેક વખત જ્યારે ટીમ તક ચૂકી જાય છે ત્યારે આ સ્પષ્ટ દેખાય છે. તાજેતરમાં જ સમાપ્ત થયેલા એશિયા કપ દરમિયાન રિષભ પંતને સ્ટમ્પ્સને બોલ મારીને આઉટ કરવાની તક મળી હતી, પરંતુ તે શ્રીલંકા વિરુદ્ધ આ તક ચૂકી ગયો. પરિણામે ભારતીય ટીમ બહાર થઈ ગઈ.
એ સમયે તરત જ ક્રિકેટ જગતના વિશેષજ્ઞો દ્વારા પંતની તુલના ધોની સાથે થવા લાગી કે જો એ સમયે ધોની હાજર હોત તો ચૂકતો નહીં. છેલ્લા ત્રણ વર્ષમાં ધોનીની ગેરહાજરીને ટીમે અનેક વખત અનુભવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનું સ્થાન ઝડપથી ભરાઈ ગયું, પરંતુ સફેદ બોલના ક્રિકેટમાં હજુ પણ તેની જરૂર અનુભવાય છે.