Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજી વખત IPL ફાઈનલમાં જગ્યા બનાવી છે. ટીમે શુક્રવારે ક્વોલિફાયર-2માં રાજસ્થાનને 36 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદ 6 વર્ષ બાદ આ લીગની ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં ટીમ 2018માં ફાઈનલમાં પહોંચી હતી. હૈદરાબાદ આ સિઝનની ફાઈનલમાં 26મી મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.


ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટે 139 રન જ બનાવી શકી હતી. SRH ટીમના સ્પિનરોએ 5 વિકેટ ઝડપી હતી જેમાં શાહબાઝ અહેમદની 3 અને અભિષેક શર્માની 2 વિકેટ સામેલ હતી. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 42 અને ધ્રુવ જુરેલે 56* રન બનાવ્યા હતા.

SRH તરફથી હેનરિક ક્લાસને 50 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 34 અને રાહુલ ત્રિપાઠીએ 37 રન બનાવ્યા હતા. RRના ટ્રેન્ટ બોલ્ટ અને આવેશ ખાને 3-3 વિકેટ લીધી હતી. સંદીપ શર્માને 2 વિકેટ મળી હતી.