ન્યૂયોર્ક સિટીના ડેમોક્રેટિક મેયર પદના ઉમેદવાર ઝોહરાન મમદાનીએ શુક્રવારે એક ગુરુદ્વારામાં પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે મોદી અને ભારત સરકાર લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની નીતિ અપનાવે છે.
મમદાનીએ કહ્યું કે મેયર એરિક એડમ્સે શહેરમાં રહેવું ખૂબ જ મોંઘુ બનાવી દીધું છે અને પીએમ મોદી અને ભારત સરકાર સાથે તેમની નિકટતા પણ વધારી છે, જે આપણા સમુદાય સામે હિંસાની નીતિ અપનાવે છે.
રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ નિવેદનનો સખત વિરોધ કરતા કહ્યું કે ન્યૂયોર્કના લોકો કોને મેયરને ચૂંટે છે, તે અમારો કોઈ મામલો નથી, જોહરે ગુરુદ્વારામાં જે કહ્યું તે પરેશાન કરનારું છે.