ભાવિન પટેલ દર વર્ષે ઉનાળું વેકેશન શરૂ થતા પહેલા ફરવા શોખીન ગુજરાતીઓ એડવાન્સમાં શ્રીનગર, જમ્મુ, બાગડોગરા. સહિતના વિવિધ સ્થળોની ટૂર બુક કરી દેતા હોય છે. તેથી રાજ્યના મોટા ટૂર ઓપરેટરો પણ એરલાઇનો પાસેથી ચાર-છ મહિના અગાઉ એડવાન્સમાં અમુક સીટો લૉ ફેરમાં ખરીદી લઇ ટૂર પેકેજ બનાવી વેચતા હોય છે.
પણ આ વખતે ટૂર ઓપરેટરોની ગણતરી ખોટી પડી છે. મે મહિનામાં ખરી ફરવાની સિઝનમાં ટૂર ઓપરેટરોએ જુદીજુદી તારીખમાં ફલાઇટોની સીટો ડ્રાય સેલીંગમાં વેચવાનું શરૂ કરી દીધું છે એનો મતલબ એ છે કે મે મહિનામાં બાય ફલાઇટ સાથે ટૂર પેકેજ જોઇએ તેટલા વેચાયા નથી. ફલાઇટોમાં પેસેન્જરોનું પ્રમાણ 30 થી 40 ટકા ઘટ્યું | સમર વેકેશનની સાથે ચૂંટણીનો માહોલ હોવાથી સરકારી અધિકારીઓ, શિક્ષકો વ્યસ્ત હોવાથી એલટીસી પ્રવાસો બુક થયા નથી જેની અસર ટૂર પેકેજ અને ફલાઇટની સીટો જોઇએ તે મુજબ થઇ નથી, ડોમેસ્ટિક એરલાઇનોએ સમર વેકે્શનમાં વિવિધ રૂટ પર નવી ફલાઇટો સાથે ફ્રિકવન્સી વધારી છે તેમ છતાં ગત વર્ષની સરખામણી ફલાઇટોમાં 30 ટકા પેસેન્જર લૉડ ઘટ્યો છે. જે 7 મે સુધી ગુજરાતમાં ચૂંટણી સુધી રહેશે.