કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 12 જૂન બુધવારે કેરળની મુલાકાત લીધી હતી. લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ રાહુલની આ પ્રથમ કેરળ મુલાકાત છે. મલપ્પુરમમાં જનસભા દરમિયાન રાહુલે કહ્યું- વાયનાડ સીટ છોડવી કે રાયબરેલી, તે મારા માટે દુવિધા છે. મોદીની જેમ મને પણ ભગવાનનું માર્ગદર્શન નથી મળતું. હું એક સામાન્ય માનવી છું. મારે જાતે નક્કી કરવું પડશે કે વાયનાડ કે રાયબરેલી. મારા માટે દેશના ગરીબ લોકો મારા ભગવાન છે. હું જનતા સાથે વાત કરીશ અને નિર્ણય લઈશ. જોકે રાહુલે સભા સંબોધતી વખતે ભારતીય બંધારનું નાનું પુસ્તક ચાર વાર માથે અડાડ્યું હતું.
રાહુલે કહ્યું કે કેરળ અને ઉત્તર પ્રદેશના લોકોએ પીએમ મોદીને કહ્યું છે કે બંધારણ અમારો અવાજ છે અને તે તેને સ્પર્શી શકે નહીં. દેશની જનતાએ પીએમને કહ્યું કે તેઓ તાનાશાહી ન કરી શકે. ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓ કહેતા હતા કે, તેઓ બંધારણને ફાડી નાખશે. હવે ચૂંટણી પછી મોદી બંધારણને માથે ફેરવે છે. વારાણસીમાં મોદી માંડ માંડ જીત્યા છે. અયોધ્યામાં પણ ભાજપની હાર થઈ છે. પ્રેમ દ્વારા નફરતનો પરાજય થયો છે.