Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સેન્ચુરિયન ટેસ્ટમાં ભારત ત્રીજા દિવસે એક દાવ અને 32 રનથી હારી ગયું હતું. સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને બીજી ઇનિંગમાં 131 રનમાં ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારી, બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા નહીં. દક્ષિણ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્જરને 4 વિકેટ મળી હતી.

મંગળવારે સુપરસ્પોર્ટ પાર્ક મેદાનમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કેએલ રાહુલની સદીની મદદથી ભારતે પ્રથમ દાવમાં 245 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા અને 163 રનની લીડ મેળવી હતી. ભારત બીજા દાવમાં માત્ર 131 રન જ બનાવી શક્યું હતું.

પ્રથમ ટેસ્ટમાં જીત સાથે સાઉથ આફ્રિકાએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી અને છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરી 2024થી કેપટાઉનમાં રમાશે. ભારત આજ સુધી દક્ષિણ આફ્રિકામાં સિરીઝ જીતી શક્યું નથી. પ્રથમ ટેસ્ટમાં હાર સાથે જ એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં પણ શ્રેણી જીત્યા વગર જ સ્વદેશ પરત ફરશે.

એલ્ગર પ્લેયર ઓફ ધ મેચ
દક્ષિણ આફ્રિકા માટે પ્રથમ દાવમાં 185 રન બનાવનાર ડીન એલ્ગર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તે પોતાના કરિયરની છેલ્લી સિરીઝ રમી રહ્યો છે. ટીમ તરફથી કાગીસો રબાડાએ પ્રથમ દાવમાં 5 અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા નાન્દ્રે બર્ગરને પ્રથમ દાવમાં 3 અને બીજી ઇનિંગમાં 4 વિકેટ મળી હતી.

Recommended