Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરમાં થોડા દિવસો પહેલા થયેલા સામસામા ફાયરિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલા વધુ એક રીઢા ગુનેગારને એસઓજી પોલીસએ ઝડપી પાડ્યો છે. આ આરોપીએ જ ફાયરિંગની ઘટનામાં વપરાયેલું હથિયાર પૂરું પાડ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેને લઈ ચોક્કસ બાતમીના આધારે પોલીસે સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સને હથિયાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની સામે જુદા-જુદા પોલીસ મથકમાં 8 જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે, તેમજ "પાસા' પણ ભોગવી ચુક્યો હોવાનું સામે આવ્યું છે.

ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ રાજકોટના મંગળા મેઇન રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની તપાસ બાદમાં SOG ને સોંપવામાં આવી હતી. આ ગુનામાં કુલ 11 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં SOGની ટીમે ટેકનિકલ અને બાતમીના આધારે ઊંડાણપૂર્વક કામગીરી કરી હતી. ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ફાયરિંગમાં વપરાયેલું હથિયાર સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સે આપ્યું હતું, જે પોતે પણ લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ માહિતીના આધારે SOG ટીમે તુરંત કાર્યવાહી કરીને આરોપી સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ ઝાલાને ઝડપી પાડ્યો છે.