Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નામીબિયાનો બેટર જેન નિકોલ લોફ્ટી-ઇટને T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે ત્રિકોણીય સિરીઝની પ્રથમ મેચમાં સોમવારે નેપાળ સામે માત્ર 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે 36 બોલમાં 101 રન બનાવ્યા હતા. ઇટનની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે 280.55ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.

22 વર્ષીય ઇટને નેપાળના બેટર કુશલ મલ્લાનો 153 દિવસ જૂનો રેકોર્ડ તોડ્યો હતો, જે તેણે 27 સપ્ટેમ્બર 2023ના રોજ હાંગઝોઉમાં એશિયન ગેમ્સ-2022 દરમિયાન મંગોલિયા સામે બનાવ્યો હતો. કુશલે 34 બોલમાં સદી ફટકારી હતી.

સૌથી ઝડપી T20 સદી ફટકારવા ઉપરાંત, ઇટન નામીબિયા માટે એક ઇનિંગમાં બાઉન્ડ્રીથી સૌથી વધુ રન બનાવનાર બેટર પણ બની ગયો છે. તેણે બાઉન્ડ્રીથી 92 રન બનાવ્યા હતા. ઇટને જેપી કોએત્ઝીનો 82 રનનો રેકોર્ડ તોડી નાખ્યો.