Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસરોડ અને પાલનપુર ્સથિત બે ઓફિસો પર દોડા પાડી કોલ સેન્ટરના માસ્ટર માઈન્ટ નીતેશ ખવાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે.


સુરતમાં જે કોલસેન્ટર ચાલતુ હતું તેના માધ્યમથી લોન લેવા અને નોકરી ઈચ્છુક લોકોના ડેટા મેળવી તેઓને ફોન કરાતો હતો. ત્યારબાદ આરોપીઓ તેના ડોક્યુમેન્ટ મેળવી ACB મેન્ડેટ તૈયાર કરી બેંકમાંથી ટુકડે ટુકડે રકમ ઉપાડી લેતા હતા. આ ટોળકીના અત્યાર સુધીમાં 1200થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ટોળકી દ્વારા 9 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આગામી દિવસોમાં આંકડો વધવાની શક્યતા છે. આરોપીઓ દ્વારા દુબઈના વોટ્સએપ નંબર પર દરરોજ એક્સેલ સીટ મોકલતા હોવાની વિગતો પણ મળી આવી છે.

ગરીબ અને મધ્યમવર્ગીય લોન લેનારાઓ સાથેની છેતરપિંડી આ કૌભાંડનો સૌથી મોટો અને આર્થિક રીતે નુકસાનકારક પાર્ટ ઓનલાઈન લોન લેવા માંગતા લોકો પર કેન્દ્રિત હતો. જેમને તાત્કાલિક પૈસાની જરૂર હતી તેવા લોકોને આરોપીઓએ સરળતાથી લોન આપવાની લાલચ આપીને ફસાવ્યા હતા.ફ્રોડની શરૂઆત એવા લોકોથી થતી હતી જેઓ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર પર્સનલ લોન માટે અરજી કરતા હતા. આરોપી નીતેશ ખવાણીની કંપની 'Globelink Tech Services' કે 'Smaex Enterprise' આ અરજદારોનો ડેટા મેળવી લેતી હતી. ત્યારબાદ કોલ સેન્ટરમાં બેઠેલા કર્મચારીઓ જેમને એક ખાસ સ્ક્રિપ્ટ શીખવવામાં આવતી હતી, તે અરજદારોનો સંપર્ક કરતા અને તેમને વિશ્વાસ અપાવતા કે તેમની લોન મંજૂર થઈ ગઈ છે.