Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સ્વિટ્ઝર્લેન્ડની પૂર્વ મિસ ફાઇનલિસ્ટ ક્રિસ્ટીના જોક્સિમોવિચની હત્યાની રીત જાણીને તમારું મગજ હલી જશે. આ ઘૃણાસ્પદ અને ક્રૂર હત્યા ખુદ ક્રિસ્ટીનાના પતિ થોમસે કરી હતી. તેણે ક્રિસ્ટીનાની હત્યા કરતી વખતે તેના ગર્ભાશયને પણ ખેંચીને બહાર કાઢી નાખ્યું હતું. ત્યારબાદ તેના એક-એક અંગોને બ્લેન્ડર મશીનમાં પીસીને રાસાયણિક દ્રાવણ બનાવી દીધું હતું. અદાલતી દસ્તાવેજોમાં તેની પુષ્ટિ થઈ છે.

સ્વિસ અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે પૂર્વ મિસ સ્વિટ્ઝર્લેન્ડ ફાઇનલિસ્ટ ક્રિસ્ટીના જોક્સિમોવિચના પતિ પર તેની હત્યાનો આરોપ મૂક્યો છે. સ્વિસ ગોપનીયતા કાયદાઓ હેઠળ, 43 વર્ષીય થોમસ નામના આ વ્યક્તિ પર તેની 38 વર્ષીય પત્ની ક્રિસ્ટીના જોક્સિમોવિચનું ગળું દબાવીને હત્યા કરવા, પછી મૃતદેહના ટુકડે-ટુકડા કરવા અને ફેબ્રુઆરી 2024માં બિનિન્ગેન સ્થિત તેમના ઘરમાં જ અવશેષોનો નાશ કરવાની કોશિશ કરવાનો આરોપ છે. ઑટોપ્સી રિપોર્ટ અને અદાલતી દસ્તાવેજો અનુસાર, મોડલના મૃતદેહને જિગ્સો (ઇલેક્ટ્રિક આરી) અને બગીચાની કાતરથી કાપવામાં આવ્યું હતું.