Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરમાં ગઈકાલે(11 ડિસેમ્બર) યુવતીને માર મારવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં યુવતીને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. યુવતીએ ધંધામાં ધ્યાન આપવાનું કહેતા ભાગીદાર મૌલિક નાદપરા નામના યુવકે ખુરસી પર ગળું દબાવી આડેધડ મુક્કા માર્યાં હતાં. યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ યુવકે પણ યુવતી તેને માર મારતી હોય તેવા સીસીટીવી ફૂટેજ વાઇરલ કરાવ્યા હતા.


આ અંગે યુવતીએ જણાવ્યું હતું કે આ એક આખું ષડયંત્ર છે. મને મારવામાં આવ્યો તે વર્ષ 2024ની ઘટના છે. જેની જાણ મેં મૌલિક્ના પરિવારજનોને પણ કરી હતી આ પછી તેના પિતાએ સમાધાન કરાવ્યું હતું અને હવે એવું નહીં કરે તેવો વિશ્વાસ આપ્યો હતો. બનાવના સીસીટીવી ફૂટેજ મારી પાસે હોવાની જાણ થતા મૌલિકે ષડયંત્ર રચી પોતાને ગિલ્ટી ફીલ થાય છે તો તું પણ મને મારી લે તને સંતોષ થઇ જશે કહી ઉશ્કેરી હતી. જેથી મેં તેને માર્યું હતું. મૌલિકે મને ખુરશીમાંથી પછાડી માર માર્યો હતો. જ્યારે પોતે સામેથી સુઈ જાય છે અને મને મારવા માટે ઉશ્કેરે છે. તે મને શારીરિક માનસિક ત્રાસ આપતો, જેનાથી કંટાળી મેં મને ખુદને માર પણ માર્યો હતો અને આત્મહત્યાની કોશિશ પણ કરી હતી.