યુરોપની સર્વોચ્ચ કોર્ટ ‘ધ કોર્ટ ઓફ જસ્ટિસ ઓફ ધ યુરોપિયન યુનિયન(સીજેઈયુ)’એ હિજાબને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. સીજેઈયુએ કહ્યું કે ઈયુના 27 દેશોની ખાનગી કંપનીઓ વર્કપ્લેસ પર હિજાબને પ્રતિબંધિત કરી શકે છે.
કોર્ટે સ્વીકાર્યું કે, જો કોઈ કંપનીએ મોંઢા કે માથાને ઢાંકવા વાળી કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ મૂકી રાખ્યો છે તો આ નિયમ હિજાબ પર પણ લાગુ થાય છે. આ પ્રતિબંધ કોઈ પણ પ્રકારે ધાર્મિક લાગણીઓને ઠેસ નથી પહોંચાડતો.
આ કંપનીનો અધિકાર છે કે તે કામની જરૂરતને જોતા કર્મચારીઓ માટે ડ્રેસ કોડ લાગૂ કરે. સીજેઈયુના આ નિર્ણય પછી યૂરોપના ઘણા દેશોની કંપનીઓને હિજાબ અને અન્ય ધાર્મિક પ્રતીકોથી જોડાયેલા કેસોમાં નિર્ણય કરવાનો અધિકાર મળી શકે છે.