Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ફિલ્મ સ્ટાર બોબી દેઓલ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાજકોટના યાજ્ઞિક રોડ તેમજ 150 ફૂડ રિંગ રોડ પર એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં બોબી દેઓલને રાજકોટવાસીઓએ ખુબ આવકાર આપ્યો હતો અને તાળીઓ તેમજ ચિચિયારી સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ તકે બોબી દેઓલે રાજકોટવાસીઓને કેમ છો મજામાં પૂછીને કહ્યું કે, સાલ ખતમ હોને આયા જપ નામ જપ નામ. વર્ષો પહેલાં પપ્પા અને ભાઈ સાથે અપને ફિલ્મના શૂટિંગ માટે આવ્યો ત્યારે પણ તમે ખુબ જ પ્રેમ આપ્યો હતો. આજે પણ આપો છો. આપ સૌનો ખુબ ખુબ આભાર.

ખાનગી જ્વેલર્સના શોરૂમના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપી બોલિવૂડ એક્ટર બોબી દેઓલ આજે મુંબઇથી રાજકોટ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ રાજકોટ શહેરની કાલાવડ રોડ પર સયાજી હોટલમાં રોકાયા હતા. બાદમાં સાંજે 5 વાગ્યે તેઓ શહેરના યાજ્ઞિક રોડ પર ખાનગી જ્વેલર્સના શોરૂમ ખાતે લોન્ચિંગ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓના આગમન પહેલા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ તેમના સ્વાગત માટે પહોંચી ગયા હતા. બોબી દેઓલ આવતાની સાથે જ લોકોએ તાળીઓ અને ચિચિયારી સાથે સ્વાગત કર્યું હતું.