Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓક્ટોબરની તહેવારોની સિઝન દેશની આર્થિક સ્થિતિ માટે ત્રણ શુભ સંકેત લઇને આવી. પહેલો- ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 16.6% વધીને રૂ. 1.52 લાખ કરોડ થઇ ગયું. જે અત્યાર સુધીનો બીજો સૌથી મોટો આંકડો છે.


આ પહેલા એપ્રિલ 2022માં રૂ. 1.68 લાખ કરોડનું રેકોર્ડ જીએસટી કલેક્શન થયું હતું. બીજો- વાહનોના કુલ રિટેલ વેચાણમાં ગયા વર્ષની નવરાત્રિની તુલનામાં 57% વધારો થયો છે, જેમાં કારનું વેચાણ સૌથી વધુ 70% વધ્યું છે.

ત્રીજો- ઉત્પાદન ક્ષેત્રે કંપનીઓ દ્વારા નવી નોકરીઓ આપવાની ઝડપ 33 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઇ છે. એશિયામાં ફક્ત ભારતમાં ઉત્પાદન વધ્યું છે. CMIE પ્રમાણે, દેસમાં બેરોજગારી દર ઓક્ટોબરમાં વધીને 7.77% પર પહોંચી ગયોછે. તે સપ્ટેમ્બરમાં 6.43% અને ઓગસ્ટમાં 8.28% હતો. ગામોમાં બેરોજગારી દર આશરે 3% વધીને 8.04% થઇ ગયો છે.