Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં રિસારાલ્ડા પ્રાંતમાં એક બસ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં 34 લોકોના મોત થયા હતા. નેશનલ યુનિટ ફોર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ (UNGRD)ના જણાવ્યા અનુસાર મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.


એક અધિકારીએ જણાવ્યું કે ભારે વરસાદ બાદ રિસારાલ્ડા પ્રાંતમાં ભૂસ્ખલન થયું હતુ. બસની સાથે અન્ય કેટલાક વાહનો પણ કાટમાળમાં દટાઈ ગયા હતા. બસ કૈલી શહેરથી ચોકો પ્રાંતના કોન્ડોટો શહેર જઈ રહી હતી. ત્યારબાદ પ્યુબ્લો રિકો અને સાન્ટા સેસિલિયા વચ્ચે આ દુર્ઘટના થઈ હતી.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું - કાટમાળ એટલી ઝડપથી નીચે આવ્યો કે કોઈ બચી શક્યું નહીં
દુર્ઘટના દરમિયાન સ્થળ પર હાજર એક વ્યક્તિએ નજરે જોયુ તે જણાવ્યું હતું. તેણે કહ્યું- પહેલા એક કાર અકસ્માતનો ભોગ બની હતી. જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. પાછળ આવતા વાહનો થંભી ગયા. અકસ્માત બાદ અહીં એક જીપ, બસ અને મોટર સાયકલ ઉભી હતી તે દરમિયાન એકાએક ભૂસ્ખલન થયું. કાટમાળ એટલી ઝડપથી નીચે આવ્યો કે કોઈ બચી શક્યું નહીં. બસમાં 2 ડ્રાઈવર હતા. જેમાં ઘણા મુસાફરો પણ સવાર હતા.