Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

2 જાન્યુઆરીના રોજ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 573 પોઈન્ટ વધીને 85,762ની સપાટીએ બંધ થયો.આ દરમિયાન, આજે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીએ 26,340ની સપાટીએ પહોંચીને એક નવો રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ નિફ્ટી 182 પોઈન્ટ વધીને 26,328 પર બંધ થયો, જે એક નવી ક્લોજીંગ હાઈ પણ છે.


સેન્સેક્સના ૩૦ શેરોમાંથી 25 શેર વધ્યા અને 5 શેરમાં ઘટાડો થયો. NTPC, ટ્રેન્ટ અને બજાજ ફાઇનાન્સના શેરોમાં 4.5% સુધીનો ઉછાળો જોવા મળ્યો. ઓટો, નાણાકીય સેવાઓ, મીડિયા, મેટલ, પીએસયુ બેંકો અને રિયલ્ટી ક્ષેત્રોમાં 1%થી વધુનો ઉછાળો જોવા મળ્યો.

એશિયન બજારોમાં કોરિયાનો કોસ્પી 1.29% ઉપર 4,268 પર અને જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 0.37% નીચે 50,339 પર કારોબાર કરી રહ્યો છે.
હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 2.25% ઉપર 26,205 પર જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.094% વધીને 3,968 પર કારોબાર કરી રહ્યો છે.
1 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઉ જોન્સ 0.63% નીચે 48,063 પર બંધ થયો. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટમાં 0.76% અને S&P 500 માં 0.74%નો ઘટાડો રહ્યો.