ઈરાનમાં ઓનલાઈન કોન્સર્ટ દરમિયાન હિજાબ ન પહેરવા બદલ એક મહિલા ગાયિકાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ગાયિકાનું નામ પરસ્તુ અહમદી છે. મહિલાએ બુધવારે 11 ડિસેમ્બરે યુટ્યુબ પર કોન્સર્ટનો વીડિયો અપલોડ કર્યો હતો.
આ વીડિયોમાં અહમદી સ્લીવલેસ ડ્રેસ પહેરીને ગીત ગાતી હતી. વીડિયો અપલોડ થયા બાદ ગુરુવારે કોર્ટમાં અહમદી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી શનિવારે અહમદીની ધરપકડ કરવામાં આવી હતી.
અહમદી 27 વર્ષની છે. ન્યૂઝ એજન્સી એપી સાથે વાત કરતા ઈરાનના વકીલે જણાવ્યું કે, મહિલાને ઈરાનના ઉત્તરી પ્રાંત મઝંદરનની રાજધાની સારીમાંથી પોલીસે ધરપકડ કરી છે .